વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના શતાબ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું વાંકાનેર તાલુકામાં આગમન થયું હતું. રાજ્ય સહિત દેશભરમાં ચાલી રહેલી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. ત્યારે વાંકાનેર ખાતે પહોંચેલ આ યાત્રાનું ભાજપ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. જે કાર્યક્રમમાં સાંસદ મોહન કુંડારીયા ખાસ હાજર રહ્યા હતા.