સતત બે-ત્રણ દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે રવિવારે મોરબીમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે. અને મોરબી શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે ઝરમર વરસાદમાં જ અનેક વિસ્તારોમાં લાઈટ ગુલ થઇ જતા પ્રીમોનસુન કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજ રોજ મોરબી શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ટંકારાનાં મિતાણા ગામે અને મોરબીના રફાળેશ્વર ગામે પણ મેઘો મહેરબાન થયો છે. ત્યારે મોરબી શહેરના વાતાવરણમાં પલટો આવતાં ઝરમર વરસાદ શરૂ થયો છે. વરસાદ વરસતા ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે. જો કે, મોરબીમાં ઝરમર વરસાદમાં જ અનેક વિસ્તારોમાં લાઈટ ગુલ થઇ ગઈ છે.