Wednesday, October 30, 2024
HomeGujaratગણપતિ બાપા મોરિયાના નાદ સાથે યુવા ગ્રુપ કા રાજા નું પ્રધાનમંત્રી આવાસ...

ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે યુવા ગ્રુપ કા રાજા નું પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં આગમન

વાજેતે ગાજતે પંડાલમાં ગણપતિ બાપાની મૂર્તિનું કરાયું સ્થાપન : આજથી દસ દિવસ સુધી સવાર સાંજ નિયમિત આરતી પૂજા અર્ચના કરીને વિઘ્નહર્તાની આરાધના કરાશે

- Advertisement -
- Advertisement -

મોરબીમાં આજથી ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નાદ સાથે ભક્તિભાવ પૂર્વક ગણપતિ મહોત્સવનો શુભારંભ થયો છે.ઠેરઠેર પંડાલોમા વાજતે ગાજતે ગણપતિ બાપાની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે.આજથી દસ દિવસ સુધી પંડલોમા સાંજ સવાર નિયમિત પૂજા અર્ચના સાથે વિઘ્નહર્તાની આરાધના કરાશે.

આજથી ગણપતિ મહોત્સવના શુભારંભ સાથે જ મોરબી શહેર ગણેશમય બની ગયું છે અને શહેરીજનો દુંદાળાદેવની ભક્તિના રંગે રંગાઈ ગયા છે.ગણેશ મહોત્સવ નિમિતે પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં યુવા ગ્રુપ દ્વારા સોસાયટીના સાર્વજનિક મેદાનમાં બાપાના પંડાલ ઉભો કરવામાં આવ્યો છે અને આજે ભક્તિભાવપૂર્વક વાજતે ગાજતે ગણેશજી મૂર્તિઓનું સોસાયટી ગ્રેટથી પંડાલ સુધી રાસ-ગરબાની રમઝટ સાથે સ્થાપન કરવામાં આવ્યું છે. આજથી દસ દિવસ સુધી ગણપતિ બાપાની પૂજા અર્ચના ક્રરાશે.

આજે ગણેશ મહોત્સવના પ્રારંભે લોકોએ પંડાલમા ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી હતી અને દરરોજ ગણપતિ દાદાને લાડુ,અન્નકૂટ સહિતના પ્રસાદ અર્પણ કરાશે અને મહાઆરતી સાથે દરરોજ ગણેશજીની ભક્તિ કરીને લોકો વિધ્નહર્તાની ભક્તિમાં તલ્લીન બની જશે.આ કાર્યક્રમ ને સફળ બનાવવા યુવા ગ્રુપ ના જનક રાજા, નિરવ મીરાણી, જયદીપ બારોટ, જયેન્દ્ર બારોટ, હિંમાશું મહેતા, કિશોરભાઈ રાઠોડ, રાજુભાઈ રાવલ, દર્શન જોગીયાણી, જીજ્ઞેશ પંડ્યા, ઓસમાણભાઈ, ઈમરાન, કરણ, રવિભાઈ સોલંકી,સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!