દયાનંદ સરસ્વતીનો જન્મ ૧૨ ફેબ્રુઆરી ૧૮૨૪ ના રોજ ગુજરાતના મોરબી જિલ્લાના ટંકારામાં થયો હતો. દયાનંદ સરસ્વતીના વિચારોએ દેશભક્તિ,વ્યસન મુક્તિ અને શિક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન છે. ત્યારે આજ રોજ આર્યસમાજના પ્રતિનિધિઓ દ્વારા રાજ્યપાલને મળી વિવિધ પુસ્તકોને ગુજરાત રાજ્યના સરકારી પુસ્તકાલયોમાં, પાઠ્યપુસ્તકો સ્થાન આપવા આવેદન પાઠવ્યું હતું.
આર્યસમાજના પ્રતિનિધિઓ આચાર્ય દિનેશજી( દર્શન યોગધામ રોઝડ ), આચાર્ય પ્રિયેશજી, પ્રફુલજી વોરા ( પ્રધાનજી, ઓઢવ આર્યસમાજ), કમલેશજી શાસ્ત્રી, કૃણાલ રાજપૂત અને અન્યોએ ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મળી રજૂઆત કરી હતી. જેમાં તેઓએ સ્વામી દયાનંદ સરસ્વતી જીવનચરિત્ર, સ્વામી શ્રદ્ધાનંદ જીવનચરિત્ર અને આર્યસમાજીઓના સ્વતંત્રતા સંઘર્ષ, હૈદરાબાદ મુક્તિ સંઘર્ષમાં યોગદાનને લગતા પુસ્તકોને ગુજરાત રાજ્યના સરકારી પુસ્તકાલયોમાં, પાઠ્યપુસ્તકો સ્થાન મળે એ માટે આવેદન પત્ર આપ્યું હતું. આ ઉપરાંત આર્યસમાજ આગામી સમયમાં ગુજરાતમા સ્પર્ધાત્મક પરિક્ષાઓના કલાસિસ, દેશી ગૌવંશ સંવર્ધન, યજ્ઞ પ્રચાર, સંસ્કૃત ભાષા પ્રચાર, પ્રાકૃતિક ખેતી, ગુરુકુલ શિક્ષા પદ્ધતિના ક્ષેત્રમાં વ્યાપક સ્તરે કાર્ય કરશે. તે બાબતે ચર્ચા કરી હતી.