દેશભરમાં માર્ગ અકસ્માતનો વધતા જતા કિસ્સાઓને ઘટાડવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવતો હોય છે. ત્યારે હાલ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2025 ચાલી રહ્યું હોય તે અંતર્ગત આજ રોજ આર્યતેજ નર્સિંગ કેમ્પસ ખાતે આર. ટી. ઓ. કચેરી મોરબી અને ટ્રાફિક વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મોરબી આર.ટી.ઓ. કચેરી અને ટ્રાફિક વિભાગ દ્વારા આજરોજ આર્યતેજ નર્સિંગ કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓને માર્ગ સલામતી માસ 2025 અંતર્ગત માર્ગ સલામતી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માર્ગ અકસ્માતોમાં મૃત્યુનું પ્રમાણ ઘટાડવા માટે વિદ્યાર્થીઓને ફરજિયાત હેલ્મેટ સીટબેલ્ટ તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરીને વાહન ચલાવવામાં આવે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વધુમાં કોઈપણ જગ્યાએ માર્ગ અકસ્માત થયેલ હોય તો તેવા સંજોગોમાં અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને મદદ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપલ પ્રશાંતભાઈ, એ.આર.ટી.ઓ. આર.પી. પ્રજાપતિ, સહાયક મોટર વાહન નિરીક્ષક આર કે રાવલ તેમજ ટ્રાફિક પી.એસ.આઇ હરીશ સોમૈયા હાજર રહ્યા હતા.