Friday, January 10, 2025
HomeGujarat'સ્વચ્છતા એ જ સેવા' અભિયાન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા બેઠક...

‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા બેઠક યોજી તાલુકા કક્ષાના કર્મચારીઓને માર્ગદર્શન અપાયું

‘સ્વછતા એજ સેવા’ અંતર્ગત મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મીશન-ગ્રામીણ યોજનાના તાલુકા કક્ષાના કર્મચારીઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

માહિતી બ્યુરો, મોરબીનાં જણાવ્યા અનુસાર, સમગ્ર રાજ્યની સાથે જ્યારે આગામી બે માસ દરમિયાન મોરબી જિલ્લામાં પણ ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે તારીખ ૧૫/૧૦/૨૦૨૩ ના રોજ ગ્રામ્ય કક્ષાના તમામ બસ સ્ટેન્ડ/ રેલવે સ્ટેશનોની સાફ સફાઈ થાય અને આ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે લોકોને પ્રેરણા આપવાની વગેરે કામગીરી કરવામાં આવનાર છે. ત્યારે ૧૫ ઓકટોબરથી આગામી બે માસ દરમિયાન ગ્રામ્ય શહેરી અને કક્ષાએ લોકો આ અભિયાનથી વાકેફ થઈ સ્વચ્છતા બાબતે જાગૃત બને અને આ અભિયાનમાં વધુમાં વધુ જન ભાગીદારી નોંધાય તે તરફના પ્રયાસો કરવા માટે જિલ્લા કક્ષાના ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેટરશ્રી ભાવેશભાઈ વાઢેર, એચ.આર.ડી. નરસંગભાઈ છૈયા, ચેતનસિંહ પરમાર, યશભાઈ કાલરીયા, જુનેદભાઈ કડીવાર તેમજ ચાર્વીબેન ભીમાણી દ્વારા તાલુકા કક્ષાના કર્મચારીઓને પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!