વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થી અવસ્થાથી જ ભારતમાતા પ્રત્યે કૃતજ્ઞતા ભાવ જાગૃત થાય તેમજ ભારતીય બંધારણના નિર્દેશ અનુસાર નાગરિક ધર્મ અને રાષ્ટ્ર પ્રત્યેની કર્તવ્યભાવના ઉજાગર થાય તે ભાવનાથી 76 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં ભારતમાતા પૂજનનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ભારતમાતાનું પૂજન કરવામાં આવ્યું. અખંડભારતને વિશ્વગુરુ બનાવવા તેમજ સંસ્કાર અને સંસ્કૃતિના જતન માટે ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમને દીપાવવા શાળાના શિક્ષક સંજય બાપોદરિયા અને ચિરાગ ગામી દ્વારા સમગ્ર પૂર્વતૈયારી કરવામાં આવી. શાળાના આચાર્ય જલ્પેશભાઈ વાઘેલા તેમજ શિક્ષક ભાઈઓ બહેનોએ સહભાગીતા દાખવી વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી.