Wednesday, November 27, 2024
HomeGujaratરાષ્ટ્રીય રક્તપિત નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત શાળા કોલેજો ખાતે પ્રચાર પ્રસાર કરાયો

રાષ્ટ્રીય રક્તપિત નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત શાળા કોલેજો ખાતે પ્રચાર પ્રસાર કરાયો

હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) ના કર્મચારીઓ દ્વારા સરકારની સૂચના મુજબ તારીખ ૩૦ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી સુધીના પખવાડીયાને રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન તરીકે ઉજવવાનો હોય જેથી કોલેજો તેમજ ગામના લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

પ્રા.આ.કે. લાલપરના મેડિકલ ઓફિસર ડો.રાધિકા વડાવિયા અને એમ.પી.એસ. દિપકભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાણીયા અને મકસુદભાઈ સૈયદ દ્વારા સેન્ટરમાં આવતી વિવિધ શાળાઓ અને કોલેજના બાળકોમાં તેમજ ગામના લોકોમાં રક્તપિત વિશે યોગ્ય માહિતી મળે અને રક્તપિતના દર્દીઓ સાથે ઓરમાયુ વર્તન ના થાય એ બાબતે ખાસ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. અને સમજાવેલ હતું કે, રક્તપિત કોઈ અભિશાપ નથી એક બીમારી છે અને એનો ઈલાજ અને સારવાર પ્રત્યેક આરોગ્ય કેન્દ્ર પર વિનામૂલ્યે થાય છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!