મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા રવાપર ધુનડા રોડ પર માધવ ગૌશાળા પહેલા કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે આવતી કાલથી સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૮ વાગ્યા સુધી અબોલ પશુઓ પંખીઓ માટે પાણીની વ્યવસ્થા થઈ શકે જે ભાવ સાથે વિવિધ પ્રકારના પાત્રો ફ્રીમાં આપવામાં આવશે. જેમાં માટીના કુંડા, નાના પશુઓ માટે સિમેન્ટની ૮ અને ૧૫ લિટરની કુંડી તેમજ મોટા પશુઓ માટેની ૨૦૦ લિટર ની કુંડી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે…..
કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અબોલ પશુ-પક્ષીઓ માટે પાણી પીવા માટે વિવિધ પ્રકારના પાત્રોનું વિનામૂલ્યે વિતરણ આવતી કાલથી ચાલુ કરવામાં આવશે. કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અબોલ પશુ – પક્ષીઓની પાણીની વ્યવસ્થા કરી આપવાના સેવા ભાવથી વિવિધ પ્રકારના પાત્રો જેમકે પક્ષીઓ માટે માટી ના કુંડા, નાના પશુ માટે નાની સિમેન્ટની કુંડી (8 લીટર અને 15 લીટર) અને મોટા પશુઓ માટે મોટી સિમેન્ટની કુંડી (200 લીટર)નું વિનામૂલ્યે વિતરણ આવતી કાલ તા. 26 માર્ચના રોજથી ચાલુ કરવામાં આવશે. મોરબીના રવાપર ધુનડા રોડ, માધવ ગૌશાળા પહેલા કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે સવારે ૧૦:૦૦ થી ૦૧:૦૦ અને સાંજે ૦૪:૦૦ થી ૦૮:૦૦ વાગ્યા સુધી પાણીની કુંડીનું વિતરણ કરવામાં આવશે. દરેક જીવદયા પ્રેમીઓએ લાભ લેવા અનુરોધ કરી દરેક સુધી મેસેજ પહોચાડવા વિનંતી કરાઇ છે.