મોરબીનો લખધીરપુર રોડ નવો બની રહ્યો છે. ત્યારે સીમેન્ટ-કોક્રેટનો ક્યોરીંગ પીરીયડ પુરો ન થાય ત્યાં સુધી મોરબી-લખધીરપુર-નીચી માંડલ રોડમાં એન્ટીક સીરામિક (કેનાલ ક્રોસીંગ) થી લખધીરપુર સુધીનો રસ્તો વન-વે કરવાનું મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આજ રોજ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નેશનલ હાઇવેથી લખધીરપર કાલીકાનગર-નીચી માંડલ રસ્તાનું કામ હાલ પ્રગતિ હેઠળ છે, જેથી આ રસ્તો સીમેન્ટ-કોક્રેટનો ક્યોરીંગ પીરીયડ પુરો ન થાય ત્યાં સુધી રસ્તા પર વાહન ચલાવી શકાય તેમ ન હોવાથી આ રસ્તો વન-વે કરવો ખુબ જ જરૂરી બન્યો છે, ત્યારે મોરબી-લખધીરપુર-નીચી માંડલ રોડમાં એન્ટીક સીરામિક (કેનાલ ક્રોસીંગ) થી લખધીરપુર સુધીનો રસ્તો વન-વે કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ રસ્તો વન-વે રહેશે. તેમજ નિયમનો ભંગ કરનાર શખ્સ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ વૈકલ્પિક રસ્તાઓની વાત કરવામાં આવે તો નેશનલ હાઇવેથી લખધીરપુર ગામ તરફ જવા માટે મુખ્ય માર્ગ પર આવેલ કેનાલ ક્રોસીંગ (એન્ટીક સીરામિક પાસે)ના ડાબી સાઈડના સર્વિસ રોડ ઉપર થઇ લેકસસ ગ્રેનાઇટો થઇ લખધીરપુર ગામ તરફ જવા વન-વે માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. તેમજ લખધીરપુર ગામથી નેશનલ હાઇવે તરફ જવા માટે લખધીરપુર ગામથી નેશનલ હાઇવેના મુખ્ય માર્ગ પર લખધીરપુર ગામથી સોરીસો ચોકડી થઇ ત્યાર બાદ એન્ટીક સીરામિક સુધી વન-વે માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. જયારે લાયકોસ સીરામિકથી સોરીસો ચોકડી વાળા વચ્ચેના માર્ગ પર જવા માટે મુખ્ય માર્ગ પર આવેલ કેનાલ ક્રોસીંગ (એન્ટીક સીરામિક પાસે)ના ડાબી સાઇડના સર્વિસ રોડ ઉપર થઇ લાયકોસ સીરામિકથી સૌરીસો ચોકડી તરફ જવા માટે વન-વે માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.