Saturday, July 26, 2025
HomeGujaratમોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા બોક્ષ ક્રિકેટ લીગનું કરાયું આયોજન

મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા બોક્ષ ક્રિકેટ લીગનું કરાયું આયોજન

મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા બોક્ષ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બોક્ષ ક્રિકેટ લીગમાં અલગ અલગ ફેકલ્ટીના વિવિધ વિધાર્થીઓની કુલ ૨૫ થી વધુ ટીમોએ ઉત્સાહભેર ભાગ લઈ અભ્યાસની સાથે રમત ગમતમાં પણ રસ રૂચી દાખવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીની પી.જી.પટેલ કોલેજ અભ્યાસની સાથે વિધાર્થીઓના બહુઆયામી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. જે અંતર્ગત વિધાર્થીઓએ રમત ગમતમાં પણ રસ રૂચી ધરાવે તેવા ઉમદા આશયથી આજ રોજ તા.૨૫/૦૭/૨૦૨૫ના રોજ 36 બોક્ષ ક્રિકેટ ખાતે બોક્ષ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બોક્ષ ક્રિકેટ લીગમાં અલગ-અલગ ફેકલ્ટીના વિવિધ વિધાર્થીઓની કુલ ૨૫ થી વધુ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં કુલ ૩ રાઉન્ડ અને ત્યાર બાદ ક્વાટર ફાઈનલ, સેમી ફાઈનલ તથા અંતમાં ફાઈનલ મેચ રમાડવામાં આવી હતી. તેમજ ફાઈનલ મેચમાં BBA SEM-3 અને BBA SEM-1 વચ્ચે રોમાંચક મેચ બની હતી. જેમાં BBA SEM-૩ની ટીમ વિજેતા બની હતી. દરેક મેચમાં પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યા હતા અને અંતિમ વિજેતા ટીમને ટ્રોફી આપીને સન્માનિત કરાયા હતા. આ તકે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફ દ્વારા વિજેતા ટીમના તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!