Sunday, December 29, 2024
HomeGujaratઆવતી કાલથી જય માં આશાપુરા પદયાત્રી સેવા-કેમ્પ પ્રારંભ

આવતી કાલથી જય માં આશાપુરા પદયાત્રી સેવા-કેમ્પ પ્રારંભ

નવરાત્રીના તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દર વર્ષની જેમ કચ્છના કુળદેવીમાં આશાપુરા માતાના મઢ ખાતે સમગ્ર દેશમાંથી ભકતો પદયાત્રા તેમજ સાયકલ યાત્રા કરીને માતાજીને શીશ ઝુકાવવા આવતા હોય છે, જી લઇ આવતી કાલથી આશાપુરા જતા પદયાત્રીઓ માટે કામધેનું પાર્ટી પ્લોટ પાસે જય માં આશાપુરા પદયાત્રી સેવા-કેમ્પનો પ્રારંભ કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

આવતી કાલ તા.૨૨/૦૯/૨૪ રવિવારથી મોરબી બાયપાસ રોડ પર કાધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં જય માં આશાપુરા સેવા કેમ્પનો પ્રારંભ થશે. આ કેમ્પમાં મેડીકલને લગતી તમામ સુવિધા, અલ્પાહાર સાથે ચા-પાણીની સગવડ, રાત્રી રોકાણની સુવિધા, પદયાત્રીને સ્નાનકાર્ય માટે યોગ્ય વ્યવ્સ્થા, અત્યાધુનિક મસાજ, કસરતના સાધનો સાથે અનુભવી મેડીકલ ટીમ‌ દ્વારા તમામ પ્રકારની સેવા તથા આગળ જતા પદયાત્રીને રસ્તામાં તકલીફ નો પડે તે માટેની જરૂરીયાત મુજબની વસ્તુઓની સેવા જેવી અનેક પ્રકારની સેવા આપવામાં આવશે. તો પદયાત્રીઓને સેવાનો લાભ આપવા અને જનતા જનાર્દનને આ સેવા-યજ્ઞમાં સ્વંયંભુ જોડાવવા જય માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ સમીતી દ્વારા આહ્યવાન કરાયું છે…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!