વાંકાનેર તાલુકાના નવારાજાવડલા હનુમાન મંદીર પાસે બે દીવસ પહેલા યુવકે ઈસમને ઘર પાસે નહિ ઉભા રહેવા કહેલ તે બાબતનો ખાર રાખી ઈસમે અન્ય બે ઈસમો સાથે મળી લોખંડના પાઇપ વતી યુવક અને તેના ભાઈ પર હુમલો કરી માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. જે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના નવારાજાવડલા હનુમાન મંદીર પાસે 29/09/2023 ના સાંજના સાતેક વાગ્યાના અરસામા ધીરૂભાઈ ગોવિંદભાઈ સેટાણીયાએ આરોપી સંજયભાઈ બાબુભાઈ સોલંકીને બે દિવસ પહેલા ઘર પાસે નહિ ઉભા રહેવા કહેલ તે બાબતનો ખાર રાખી બનાવના સમયે બનાવવાળી જગ્યાએ આ કામના આરોપીઓએ ફરીયાદીને તથા ફરિયાદીના ભાઈ સંજયભાઈ ઉ.વ.30નાને ગાળો બોલી સંજયભાઈ સોલંકીએ લોખંડના પાઈપ વતી માથામા પાછળના ભાગે ઇજા પહોંચાડી, નિલેશભાઈ બાબુભાઈ સોલંકી નામના આરોપીએ ધારીયુ માથામા મારી ઇજા પહોંચાડી, આરોપી આકાશભાઈ બાબુભાઈ સોલંકી એ ફરિયાદીને લોખંડના પાઈપ વતી માથામા તેમજ કપાળના ભાગે ઇજા પહોંચાડી તેમજ આરોપી સંજયભાઈ સોલંકીએ ફરીયાદીને લોખંડના પાઈપવતી ડાબા હાથે કોણી પાસે ઇજા પહોંચાડી ગુનામા એકબીજાને મદદગારી કરતા વાંકાનેર સિટી પોલીસે સ્ટેશન ખાતે તેમના વિરૂદ્ધ ગુન્હો દાખલ કરાયો છે.