મોરબી રાજકોટ હાઇવેનું કામ લગભગ છેલ્લા 4 વરસ થી ચાલી રહ્યું છે દેશ માં અનેક એવી જગ્યા ઓ છે જ્યાં રેકોર્ડ બ્રેક સમય માં મોટા કામો પૂર્ણ કરવામાં આવ્યા છે પરંતુ રાજકોટ મોરબી હાઇવે બનાવવામાં જ લગભગ અડધો દશકો વીતી જશે .
વધુમાં આ અડધા દશકા માં બનેલ હાઇવે કદાચ એક ચોમાસુ પણ ટકશે નહિ તેનું પ્રમાણ પણ ખુદ રોડ બનાવતી કમ્પની એ જ આપ્યુ છે.જેમાં ચાલુ વરસાદે મોરબી રાજકોટ હાઇવે પર ટંકારા ઓવર બ્રિજ પર ડામર કામ કરવામાં આવી રહ્યું છે એવો વિડિઓ વાયરલ થતા પ્રજાજનો માં રોષ વ્યાપી જવા પામ્યો છે. આ બાબતે જ્યારે ડેપ્યુટી એન્જીનિયર બાસીદા નો સંપર્ક કરવામાં આવ્યો હતો તો તેઓ એ જવાબ આપતા કહ્યું હતું કે તેઓ તરફ થી ચાલુ વરસાદ માં રોડ નું કામ કરવાની સ્પષ્ટ મનાઈ કરવામાં આવી હતી આમ છતાં કામ ચાલુ વરસાદે અને એ પણ ડામર ભરવાનું કામ ચાલુ હોવાથી પ્રશ્ન ઉભો થયો છે કે શું સાઇટ પર કામ કરતા લોકો ડેપ્યુટી એન્જીનિયર ના આદેશનું પાલન નથી કરી રહ્યા કે પછી આ પ્રકાર ના આદેશ આપવામાં જ નથી આવ્યો?જેનો જવાબ પણ ડેપ્યુટી એન્જીનિયર બાસીદા પાસેથી જ મળશે.હાલ તેઓ દ્વારા પણ સાઇટ વિઝીટ કરવા પહોંચી ને જવાબદારો સામે શુ પગલાં લેશે એ જોવું રહ્યું.