Thursday, April 18, 2024
HomeGujaratમોરબીના લાઇન્સનગરમાં રહેતી યુવતી લાપતા બની

મોરબીના લાઇન્સનગરમાં રહેતી યુવતી લાપતા બની

મોરબીના વીસીપરા નવલખી રોડ પર આવેલ લાઇન્સનગરમાં રહેતી યુવતી ગુમ થયા અંગેની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ મથકમાં યુવતીના પિતાએ જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના લાઇન્સનગર સ્કુલની પાછળ આવેલ સરમાળીયા દાદાના મંદીરની સામે સતનામ કોમ્પ્લેક્ષ પાછળ રહેણાંક મકાનમાં રહેતી પાયલબેન ધરમદાસભાઇ રાબડીયા નામની ૧૯ વર્ષની ઉંમરની યુવતી ગત તા.૦૪/૦૧ના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામા ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ હતી જેની પરિવારજનોને જાણ થતાં પરિવારજનોએ આજુબાજુમાં શોધ ખોળ હાથ ધરી હતી. જેની ક્યાંય ભાળ ન મળતા યુવતીના પિતા ધરમદાસભાઇ દેવીદાસભાઇ રાબડીયાએ મોરબી સીટી બી ડિવીઝન પોલીસમાં જાણ કરી હતી. ગુમ થયેલ યુવતી મજબુત બાંધાની ઉંચાઇ આશરે પાંચ ફુટ ધોરણ દસ સુધીનો અભ્યાસ કરેલ છે અને ગુજરાતી, હિન્દી ભાષા જાણે છે તેણે વાદળી કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ હોય જે અંગે કોઈ પણ લોકોને જાણ થાઈ તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!