Tuesday, April 16, 2024
HomeGujaratજમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા માટે સરકારશ્રી તરફથી રૂ. ૩.૭૫ લાખની સહાય

જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા માટે સરકારશ્રી તરફથી રૂ. ૩.૭૫ લાખની સહાય

૨૬ નવેમ્બર સુધીમાં ખેતી નિયામકની કચેરીમાં અરજી કરવી

- Advertisement -
- Advertisement -

વર્ષ ૨૦૨૦-૨૧ માટે સોઇલ હેલ્થ મેનેજમેન્ટ યોજના હેઠળ ભારત સરકારશ્રી દ્વારા ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા માટે એગ્રી કલીનીક અને એગ્રી બિજનેસ સેન્ટર (AC & ABC), ખેતી સાહસિકો, સેવા નિવૃત વ્યક્તિઓ, સેલ્ફ હેલ્થ ગ્રુપ્સ (SHGs), ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO), ફાર્મર પ્રોડ્યુસર કંપની (FPCs), ફાર્મર જોઈન્ટ લાયબ્રેરી ગ્રુપ્સ, ફાર્મર કો-ઓપરેટીવ સોસાયટીઝ, (PACs), ઈનપુટ રીટેલ આઉટલેટ. ઈનપુટ રિટેલર્સ અને શાળાઓ/કોલેજોમાં નાણાકીય સહાય આપવા માટેની જોગવાઈ કરેલ છે.

ગાઈડલાઈન મુજબ જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવાના કુલ ખર્ચના રૂ.૫.૦૦ લાખના ૭૫% લેખે રૂ. ૩.૭૫ લાખ લાભાર્થીને નાણાકીય સહાય આપવાની જોગવાઈ છે જ્યારે ૧.૨૫ લાખ લાભાર્થીએ જાતે ભોગવવાના રહે છે. જેથી મોરબી જીલ્લા માટે ઉપરોક્ત તમામ લાભાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. સદર અરજી તા.૨૬/૧૧/૨૦૨૦ સુધીમાં નાયબ ખેતી નિયામક (વિ.) ની કચેરી રૂમ નં.૨૩૦, તાલુકા સેવા સદન, લાલ બાગ, મોરબી ખાતે પહોચતી કરવાની રેહેશે. અરજદાર ખેડુત ખાતેદાર હોય તો તેમણે અરજી ની સાથે ૭/૧૨ તથા ૮-અ જોડવા તેમ એસ.એ. સીણોજીયા નાયબ ખેતી નિયામક (વિ.) મોરબી ની યાદીમાં જણાવવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!