Thursday, January 9, 2025
HomeGujaratમોરબી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના આસિસ્ટન્ટ એન્જીનિયરે ૩.૪૦ કરોડનું બિલ...

મોરબી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના આસિસ્ટન્ટ એન્જીનિયરે ૩.૪૦ કરોડનું બિલ મંજૂર કરવા બે લાખ રૂપિયાની લાંચ આંગડિયા મારફતે મંગાવી

મોરબી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન પેટા વિભાગ હળવદના વર્ગ ૩ કર્મચારી ઉમંદભાઈ ચૌધરીએ ડામર રોડનું કામ કરતા ગુજરાત કન્ટ્રકશન કંપનીમાં પેટા કોન્ટ્રાક્ટનું બિલ પાસ નહિ કરી બિલ પાસ કરવા રૂપિયાની માંગણી કરતા એસીબી દ્વારા સફળ ટ્રેપ ગોઠવવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના આસિસ્ટન્ટ એન્જીનિયરે બે લાખની લાંચની માંગણી કરી હતી. જે અંગે એક જાગૃત નાગરિકે એસીબીને ફરિયાદ કરતા કહ્યું હતું કે, તે ગુજરાત કન્ટ્રકશન કંપનીમાં પેટા કોન્ટ્રાક્ટ રાખી મોરબી જીલ્લા પંચાયત હસ્તક PMGSY યોજનાના માળીયા મિયાણા તાલુકાના રાંસંગપર સ્ટેટ હાઇવેથી રાંસંગપર,નવાગામ,મેધપર, દેરાળાથી મહેન્દ્રગઢ ગામ પાસે પીપળીયા ડબલપટ્ટી રોડ સુધીના વિસ્તારનુ ૧૯.૬ કિ.મી.નુ ડામર રોડનુ કામ કરતા હોય જે કામના રૂપિયા ત્રણ કરોડ ચાલીસ લાખનુ બીલ મંજુર થવા મોકલતા જે બીલની ફાઇલ આક્ષેપીત ઉમંગભાઇ ચૌધરી ( આસીસ્ટન્ટ એન્જીનિયરશ્રી, મોરબી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન પેટા વિભાગ હળવદ)ના અભિપ્રાય સાથે મોકલવાની હોય તે બીલની ફાઇલમા અભિપ્રાય નહી આપતા પોપટભાઈ આક્ષેપિત અધિકારીને રૂબરૂ મળવા ગયા હતા. જ્યાં તેણે ૦.૭૫ ટકા લેખે વહિવટની માંગણી કરી હતી. જે બિલ મુજબ ૨,૫૫,૦૦૦ આપવાના થતાં આજરોજ બે લાખ આપી જવાનું કહેતા ફરિયાદીએ મોરબી એ.સી.બી.ને ફરિયાદ કરતા લાંચનું છટકું ગોઠવતા આક્ષેપિત અધિકારીએ કોઈ પણ આંગડીયા ઓફીસમાં જઇ આંગડીયુ કરી રૂપિયા બે લાખ મોડાસા મોકલી આપવા જણાવેલ જેથી ફરીયાદી તથા પંચો સાથે મોરબીના પી.એમ. આંગડીયા પેઢીની ઓફીસ, નવા ડેલા રોડ ધરતી ટાવર, બેંક ઓફ બરોડાની પાછળ ખાતે જઈ આક્ષેપિત સાથે વાત કરતા ફરીયાદી તથા આંગડીયા પેઢીના કર્મચારીને સાથે રાખી મોડાસા પી.એમ.આંગડીયા પેઢીમા આંગડીયુ કરાવવાનુ કહી લાંચ સ્વીકૃતિની માંગણી કરતા ફરીયાદી આક્ષેપિત ના કહ્યાં મુજબ કર્મચારીને રૂપિયા આપતા સ્લીપ લખી આપતા પંચોએ નોટો રૂબરૂ પી.એમ. આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કબ્જે લઈ આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે. જેમાં એ.સી.બી.પોલીસ સ્ટેશન મોરબીના પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ. રાણા અને સુપરવિઝન અધિકારી તરીકે મદદનીશ અધિકારી રાજકોટ એસીબીના વી.કે. પંડ્યાએ કામગીરી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!