Thursday, November 28, 2024
HomeGujaratમોરબી જિલ્લાના ચકમપર ગામે ગૌચરની જમીન પર ખડકાયેલા ૨૨ જેટલા દબાણો દૂર...

મોરબી જિલ્લાના ચકમપર ગામે ગૌચરની જમીન પર ખડકાયેલા ૨૨ જેટલા દબાણો દૂર કરાયા

મોરબી જિલ્લાના ચકમ૫ર ગામે ગૌચરના સર્વે નંબર ૬૮૩/પૈકી ૧ તથા ૫૭૧/પૈકી ૧ દબાણદારોએ બાંઘકામ તેમજ ખેડવાણ લાયક દબાણો ઉભા કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

આ દબાણ દુર કરવાની કાર્યવાહી મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા (I.A.S.)ના માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત સાથે (૧) મોરબી તાલુકા વિકાસ અઘિકારી (ર) ચીટનીશ વ તાલુકા વિકાસ અઘિકારી (દબાણ) (૩) જિલ્લા પંચાયત સમાજ કલ્યાણ અઘિકારી તથા (૪) જિલ્લા પંચાયત કચેરી લીગલ એડવાઇઝર વગેરેની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

આ દબાણો હટાવવાની કાર્યવાહી અન્વયે ચકમ૫ર ગામે દબાણદારોના પાકા મકાનો, વંડા તેમજ ખેડવાણ જમીન એમ આશરે રૂ. ૬ કરોડ જેટલી કિંમતના કુલ ૨૨ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!