મોરબીનાં ટંકારામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગજડિ ગામે રહેતા એક યુવકને ઈલેક્ટ્રીક મોટર ઉતારતી વેળાએ વીજ શોર્ટ લાગતા કમકમાટી ભર્યું મોતનિપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, ટંકારાના ગજડિ ગામે માનસુરભાઈ લખુભાઈ ઝારીયાની વાડીમાં રહેતો ૨૫ વર્ષીય યુવક રામુભાઈ રતનભાઈ માવી ગઈકાલે વાડી પાસે જ સવારના સમયે નદિના કાઠે ઈલેક્ટ્રીક મોટર ઉતારતો હતો ત્યારે અચાનક વીજ શોર્ટ લાગતા યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે યુવકને ટંકારા સરકારી હોસ્પીટલ ખસેડાતા હાજર ડોક્ટરે યુવકની તપાસ કરી તેને મૃત જાહેર કર્યો હતો. તેમજ ઘટના અંગે ટંકારા પોલીસ મથકમાં અકાળે મોતનો ગુનો નોંધાયો છે.