હળવદ પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ અંતર્ગત ટ્રાફિક સમસ્યાના કારણો અને માર્ગ સલામતી અંગેની માર્ગદર્શિકા આપવામાં આવી હતી.
હળવદ પંથકમાં ઓછામાં ઓછા માર્ગ અકસ્માત થાય તેના માટે સક્રિય પ્રયાસો હાથ ધરવા તાકીદ કરતા હળવદ પોલીસ દ્વારા ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ અંતર્ગત
વાહન ચાલકોને માર્ગદર્શન આપ્યું હતું.તેમજ લોકોને ટ્રાફિકની સેન્સ આવે તથા રોડ સેફ્ટીના નિયમો અંગે લોકો જાગૃત થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
હળવદ પીઆઇ આર.ટી.વ્યાસના માર્ગદર્શન નીચે પીએસઆઇ વાય.પી.વ્યાસ , કે.એચ.અંબારીયા, કીરીટભાઇ, સહિતના સ્ટાફ દ્વારા વાહન ચાલકો ને જાણકારી પૂરી પાડી હતી, જન જાગૃતિ અભિયાન અંતર્ગત માહિતી રજૂ કરી હતી.
હળવદ પોલીસ દ્વારા હાઇવે પર ચાલતા વાહનો ના ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી,પોતાની સેફ્ટી રાખવા તેમજ વાહનો પાર્ક કરવા અંગે અને વાહનો કેવી રીતે ચલાવવું તે બાબતે જાગૃત કરવામાં આવ્યા અને ફોર વ્હીલ માં શીટબેલ્ટ લગાવવા અને દ્વીચક્રી વાહનમાં હેલ્મેટ પહેરવા અપીલ કરી હતી.સીટ બેલ્ટ તથા હેલ્મેટ બાબતે જાગૃતતા કેમ્પેઈન
પી.યુ.સી, વીમો અને રિફ્લેક્ટિવ ટેપની જાગૃતિ બાબતે કેમ્પેઈન,રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને લેન ડ્રાઇવિંગ, મોબાઈલ બાબતે જનજાગૃતિ,હેલ્મેટ, સીટ બેલ્ટ અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ બાબતે જન જાગૃતિ કેમ્પેઈન,મોટર વાહન ડ્રાઇવિંગ રેગ્યુલેશન, ૨૦૧૭ મુજબ લેન ડ્રાઇવિંગ બાબતે જાગૃતિ,રોડ સેફટી સબંધિત માર્ગદર્શન આપ્યું હતું,સગીર વયના વિદ્યાર્થીઓ દ્વારા વાહન ચલાવતા બાબતના કાયદાની સમજ રોડ સેફટી વગરે સમગ્ર કાર્યક્રમનું સંચાલન હળવદ પી આઈ આર ટી વ્યાસ સહિત હળવદ પોલીસ સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.