ટંકારાનાં હરબટીયાળી ગામે આરોપીના ઘરની સામે બારી મુકવા જેવી નજીવી બાબતે ચાર શખ્સોએ આધેડ પર હુમલો કર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે બનાવને પગલે આધેડે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ટંકારાના હરબટીયાળી ખાતે રહેતા અશોકભાઇ ભગવાનજીભાઇ સંધાણીને અનીશભાઇ ઇશાભાઇ, નજીર ઇશાભાઇ, અરમાન ઇશાભાઇ તથા ઇરફાનભાઇ અલીભાઇ (રહે બધા ગામ હરબટીયાળી તા.ટંકારા જી.મોરબી)એ તેઓના ઘરની સામે કેમ બારી મુકેલ છે તેમ કહી ઉશ્કેરાઇ જઇ ગાળા ગાળી કરી લાકડાના ધોકા વડે ફરિયાદી અશોકભાઇના ડાબા હાથના ખંભા પાસે માર મારી મુંઢ ઇજા કરી તથા જપાજપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે અશોકભાઈએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.