સાંસદ ચંદુભાઈ શિહોરા તથા કલેક્ટર કે.બી. ઝવેરી સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ


મોરબી જિલ્લામાં હળવદ તાલુકા કક્ષાએ મયુરનગર ગામ ખાતે સાંસદ ચંદુભાઈ શિહોરાની પ્રેરણાદાય ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મયુરનગર સહિત ક્લસ્ટર હેઠળના ગામોના લોકોને સરકારની ૫૫ જેટલી સેવાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત સાંસદની સાથે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા સહિતના મહાનુભાવો દ્વારા સ્વચ્છતા ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી. સાંસદ તેમજ કલેક્ટર દ્વારા લોકોને સ્વચ્છાગ્રહી બની આ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા અનુરોધ કરાયો હતો. સ્વચ્છતા અભિયાનની સાથે સર્વે મહાનુભાવો એ એક પેડ મા કે નામ અભિયાનની ઉજવણી કરતા કાર્યક્રમના સ્થળે વૃક્ષારોપણ પણ કર્યું હતું.









