વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેરે કહેર વરસાવ્યો હોય ઓક્સિજનની મોટાપ્રમાણમાં અછત સર્જાય હતી દર્દીઓનાં સગાઓને ઓક્સિજન મેળવવા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની તીવ્ર અછત ઉભી થતા રાજકોટ સહિતના શહેરોમાંથી સતત ગાડીઓ મારફતે ઓક્સિજનના સિલિન્ડરો મંગાવવામાં આવતા હતાં અને ઓક્સીજનનનાં અભાવે કેટલાય દર્દીઓના મૃત્યુ થયાનાં અહેવાલો પણ પ્રાપ્ત થયાં હતાં ત્યારે મોરબી સિવિલ હોસ્પીટલમાં ભવિષ્યમાં ઓક્સીજનની અછત ના વર્તાય અને દર્દીઓને જરૂરી ઓક્સીજન મળતો રહે તે માટે આધુનિક પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે જે અંગે મોરબી સિવિલ હોસ્પિટલના આરએમઓ પાસેથી મળતી વિગતો મુજબ આ પ્લાન્ટ થકી હવામાંથી ઓક્સીજન બનાવી શકાશે હવે લીક્વીડ ઓક્સીજનની પણ જરૂર રહેતી નથી પ્લાન્ટમાં દર મીનીટે ૧૦૦ લીટર ઓક્સીજન ઉત્પન્ન થાય છે ૨૪ કલાકમાં અંદાજે ૧.૪૪ લાખ લીટર ઓક્સીજન મેળવી શકાય છે જે ૨૦ મોટી બોટલ ભરી શકાય તેટલો જથ્થો ઉત્પન્ન થશે.