Sunday, January 12, 2025
HomeGujaratટંકારાના સજનપર ગામે પરિણિતાએ ઝેરી દવા પી મોતને વહાલું કર્યું

ટંકારાના સજનપર ગામે પરિણિતાએ ઝેરી દવા પી મોતને વહાલું કર્યું

મોરબીમાં આપઘાત અને અકસ્માતોના બનાવોએ માજા મૂકી છે. એક બાદ એક આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે. જેને કારણે તંત્રના માથેથી પણ પરસેવો છૂટી રહ્યો છે. ત્યારે ગઈકાલે વધુ એક આપઘાતની ઘટના સામે આવે છે. જેમાં ચોંકાવનારી વાત તો એક છે કે મહિલાના માત્ર ૮ માસ પૂર્વે જ લગ્ન થયા હતા. અને તેણે અચાનક અગમ્ય કારણોસર ગત રોજ ઝેરી દવા પી મોતને વહાલું કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારાના સજનપર ગામે હસમુખભાઈ રામજીભાઈ કાસુન્દ્રાની વાડીએ રહેતા રસીલાબેન દશરથભાઈ ભાખડા નામની 19 વર્ષીય મહિલાએ ગઈકાલે સવારના સાતેક વાગ્યા વખતે હસમુખભાઈ રામજીભાઈ કાસુન્દ્રાની વાડીએ કોઈ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે તેમના પરિવારજનો દ્વારા તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ મહિલાને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે ફરજ પર હાજર ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કરી હતી અને સમગ્ર મામલે ટંકારા પોલીસ મથકે બનાવની નોંધ કરાવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, મહિલાના હજુ આઠ માસ પૂર્વે જ લગ્ન થયા હતા.જેથી આ બનાવ ડીવાયએસપીની તપાસ નો હોય ડીવાયએસપી પી. એ.ઝાલા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!