ગુજરાત કેટલાક સમયથી ડ્રગ્સને લઈને ચર્ચિત છે. ગુજરાતમાં છેલ્લા ૩ મહિનામાં અનેક કિલો ડ્રગ્સ પકડાયું છે ત્યારે યુવાઓમાં જાગૃતિ આવે તે માટે આજરોજ સમગ્ર શિક્ષા અભિયાન મિશન મોરબી જિલ્લા દ્વારા ડ્રગ્સ તેમજ નશાકારક દ્રવ્યોથી થતા નુકશાન અને જાગૃતિ અંગે ની તાલીમનું શ્રી બંધુ નગર પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કૌતુંબેન પાંચિયા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમ આચાર્ય અમુલ જોષી દ્વારા જણાવવામાં આવ્યું હતું.