અમદાવાદ બાદ જામનગરમાં પણ જર્જરિત મકાન ધરાશાઇ થયું બન્ને બનાવમાં કુલ ચાર લોકોના મોત થયા. દર વખતે ચોમાસુ આવે એટલે દરેક શહેરમાં આવા જર્જરિત મકાનોને કોર્પોરેશન નોટિસ આપી સંતોષ માની લે છે, અન્ય કોઈ કાર્યવાહી કરતી નથી. ત્યારે વાત મોરબીની કરવામાં આવે તો મોરબીનો પ્રવેશદ્વાર સમાન સમય ગેટને થોડા સમય પેહલા ઉતારી લેવામાં આવ્યો હતો પરંતુ જોખમી પીલ્લર જેમ ના તેમ હતા તેને ગઇકાલે તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા હતા.