Friday, January 10, 2025
HomeGujaratવાંકાનેર ખાતે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભુખ્યા પશુધન માટે ચારો તથા કુતરાઓને લાડવા...

વાંકાનેર ખાતે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભુખ્યા પશુધન માટે ચારો તથા કુતરાઓને લાડવા ખવડાવવામાં આવ્યા

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આવી સ્થિતિમાં અનેક સંસ્થાઓ દ્વારા લોકો માટે ભોજનની અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે વાંકાનેરના જલારામ ગ્રુપ તથા માર્કેટ ચોક મિત્રમંડળ દ્વારા ભુખ્યા પશુધન માટે ચારો તથા કુતરાઓને લાડવાની વ્યવસ્થા કરાઇ છે.

- Advertisement -
- Advertisement -

હાલ સમગ્ર મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે શહેરી વિસ્તારમાં માણસોની સાથે પશુધનને પણ ભારે વરસાદના કારણે ભોજન માટે હાલાકી ભોગવવી પડે છે, ત્યારે વાંકાનેરના જલારામ ગ્રુપ તથા માર્કેટ ચોક મિત્ર મંડળ દ્વારા શહેરમાં રજડતા ઢોરો માટે પશુ આહાર તથા કુતરાઓ માટે લાડવાની વ્યવસ્થા કરી શહેરભરમાં વિતરણ કરી ઉમદા સેવાકીય કામગીરી હાથ ધરી હતી. આ સેવાકાર્યમાં ગ્રુપના અમિત સેજપાલ, જીજ્ઞેશ કાનાબાર, સોમાણી રાજ, ભરતભાઈ પટેલ, ડાયાલાલ સરૈયા, સાગર પટેલ, ગોપાલ બાવાજી સહિતના કાર્યકરો જોડાયા હતા. આ સાથે જ હાલની સ્થિતિમાં લોકોએ ‌તેમની આજુબાજુના વિસ્તારમાં નિરાધાર પશુધન માટે આવી સેવાકીય પ્રવૃતિઓ શરૂ કરવા જલારામ ગ્રુપ તથા માર્કેટ ચોક મિત્રમંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!