મોરબીમાં સાસરિયાઓના ત્રાસથી કંટાળેલ વધુ એક પરણિતાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે. જેમાં હાલ મોરબી ખાતે રહેતી પરણિતાએ પોતાના સાસરિયાઓ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, હાલ હળવદનાં ભલગામડા ગામે રહેતા ગીતાબેન રાજેશભાઇ હલાણીને તેના પતિ રાજેશભાઇ પ્રહલાદભાઇ હલાણી, સસરા પ્રહલાદભાઇ લાભુભાઇ હલાણી, સાસુ અનસોયાબેન ઉર્ફે ગુગીબેન પ્રહલાદભાઇ હલાણી તથા નણંદ સંગીતાબેન પ્રહલાદભાઇ હલાણી (રહે તમામ – રાજગઢ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર) ઘરકામ બાબતે તથા કરીયાવર બાબતે મેણાટોણા મારી ગાળો આપી મારકુટ કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોય જેથી કંટાળી પરણિતાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.