Friday, September 20, 2024
HomeGujaratગુજરાતમાં ચાર શહેરોમાં ATS-NIA નું સર્ચ ઓપરેશન:સુરતમાંથી એક શકમંદની અટકાયત

ગુજરાતમાં ચાર શહેરોમાં ATS-NIA નું સર્ચ ઓપરેશન:સુરતમાંથી એક શકમંદની અટકાયત

ગુજરાતના છ મોટા શહેરો સહિત દેશભરના ૬ જેટલા રાજ્યોમાં આજે એક સાથે NIA દ્વારા શકમંદ ઇસમોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના અમદાવાદ,નવસારી, ભરુચ, સુરત ખાતે પણ એટીએસ તેમજ એનઆઈએ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

જેમાં સુરતના લાલગેટ વિસ્તારમાં ભાગા તળાવ વિસ્તારમાં આવેલ મોહમદ પેલેસમાં બીજા માળે રહેતા એક શકમંદ ઇસમ ઝલીલ મુલ્લા નામના શખ્સના ઘરે આજે વહેલી સવારે એન આઈ એ ,ગુજરાત એટીએસ તેમજ સુરત પોલીસ સહિત ૧૦૦ કરતા વધુ જવાનોએ દરોડો પાડ્યો હતો અને આ શકમંદ યુવકની અટકાયત કરવામાં આવી હતી.ગત વર્ષ ૨૦૨૧ માં ભારતમાં ISIS મોડ્યુલ નો પર્દાફાશ થયો હતો જેમાં અનેક રાજ્યોના ઈસમો નું કનેક્શન ખુલ્યું હતું જેમાં સુરતના આ યુવક પણ જોડાયેલો હોવાની શંકાના આધારે તેના ઘરે સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આ ઝલીલ નામના યુવકને હાલમાં ખાનગી કારમાં સુરત એસઓજી ઓફીસ ખાતે લઈ જવામાં આવ્યો છે જ્યાં તેની પુછપરછ હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે NIA દ્વારા નાના કેસ માં પૂછતાછ કરવામાં આવતી હોતી નથી જ્યારે આ કેસમાં એનઆઈએ દવારા દરોડા પાડી પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે આગામી સમયમાં મોટા ખુલાસા થવાની સંભાવના હાલ સેવાઇ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!