Tuesday, December 24, 2024
HomeGujaratમોરબીમાં શેરીમાં પડેલ લાકડા બાબતે સમજાવવા જતા દંપતી પર હુમલો

મોરબીમાં શેરીમાં પડેલ લાકડા બાબતે સમજાવવા જતા દંપતી પર હુમલો

મોરબીમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શેરીમા પડેલ લાકડા બાબતે સમજાવવા જતા પાડોશી પતિ-પત્નીએ રીક્ષા ચાલક યુવક અને તેના પત્નીને ગાળો ભાંડી પત્થર વડે હુમલો કરતા પતિ-પત્ની તથા ટેપને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, . ઉમીયાનગર શક્તિ ચેમ્બર્સની પાછળ મોરબી-૨ ખાતે રહેતા રવિનાબેન લલિતભાઇ રાઠોડના પતિ લલિતભાઇ રાઠોડ રીક્ષા ચલાવતા હોય જે પોતાની રીક્ષા લાઇને નિકળતા શેરીમા પડેલ લાકડા બાબતે સામાવાળાને સમજાવતા જતા મહિલા આરોપી અનિતાબેન જેસીંગભાઇ સોલંકી એ ઉશ્કેરાઈ જઈને લલિતભાઇ રાઠોડને ગાળો આપી ઢીકા પાટુનો મારી તથા ડાબા પગના પંજાના ભાગે પત્થર મારેલ તથા રવિનાબેનને જેસીંગભાઇ સોલંકીએ એકદમ ઉસ્કેરાય જઇ રવિનાબેનને નાકના ભાગે પત્થર મારી ઇજા પહોચાડતા સમગ્ર મામલે  મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!