મોરબીમાં ભાગીદારીમાં કરેલ ધંધામાં નુકસાની આવતા એક ભાગીદારે બીજા ભાગીદારના રવાપર રોડ સ્થિત ઘર પાસે જઈ બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારી નાક ઉપર ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચાડતા સમગ્ર મામલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિજયનગર મકાન નં.૬ માં રહેતા દીલીભાઇ વાઘજીભાઇ જીવાણી ઉવ.૪૬ એ અગાઉ અમીતભાઇ દલીચંદભાઇ વરમોરા રહે-વેલ્કમ પ્રાઇડ ક્રીષ્નાસ્કુલની સામે મોરબી સાથે ભાગીદારીમાં વેપાર-ધંધો ચાલુ કર્યો હોય ત્યારે જૂની ભાગીદારીના ધંધામાં નુકસાની થયેલ હોય જેનું મનદુઃખ રાખી આરોપી અમિતભાઇ દલીચંદભાઈ વરમોરાએ રવાપર રોડ નરસંગ ટેકરીની બાજુમાં આવેલ વિજયનગર નજીક દિલીપભાઈ સાથે બોલાચાલી કરી ગાળો આપી એકદમ ઉશ્કેરાઈને લાતો ઢીંકા-પાટુનો માર મારવા લાગ્યા હતા. જે મારામારીમાં દિલીપભાઈને શરીરે મૂઢ ઇજા તથા નાકના ભાગે ફ્રેક્ચર જેવી ઈજાઓ કરતા દિલીપભાઈ જીવાણીએ આરોપી અમિતભાઇ વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી અટક કરવાની તજવીજ હાથ ધરી છે.