મોરબીમાં વન વિભાગની મહિલા કર્મચારી સાથે એક ઈસમે જપાજપી કરી ને માર માર્યાનો બનાવ નોંધાયો છે. જેમાં એક ઈસમે વન વિભાગની મહિલા કર્મચારીની ફરજમાં અવરોધ ઉભો કરી મહિલા કર્મી પર હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ ઈજાગ્રસ્ત મહિલા કર્મચારીને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં વન વિભાગની મહિલા કર્મચારી પર હુમલો થયાની ઘટના સામે આવી છે. જેમાં સોનલ નાનુંભાઈ સિરીફ નામની મહિલા કર્મચારી મોરબી-માળીયા હાઇવે પર વૃક્ષો કપાતા હોવાની ફરિયાદને લઈને સ્થળ પર તપાસ અર્થે ગયા હતા. ત્યારે એક ઈસમ ગાળા ગાળી કરતો હોય મહિલા કર્મચારીએ વિડિઓ શૂટ કરતા હોય જે વિડિયો શૂટ ન કરો તેમજ કહીને ઈસમે હુમલો કર્યો હતો. જે હુમલામાં મહિલા કર્મી ને ને મુંઢ ઈજાઓ થતા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે ગુનો નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.