Sunday, December 22, 2024
HomeGujaratહળવદમાં યુવાન ઉપર સરાજાહેર હુમલો

હળવદમાં યુવાન ઉપર સરાજાહેર હુમલો

એસયુવી ગાડીમાં આવેલા શખ્સોએ તલવારના ઘા ઝીકયા

- Advertisement -
- Advertisement -

હળવદ : હળવદના દરબાર નાકે કોલેજ પાસે રાત્રીના જમી ને ચાલવા નીકળેલા બ્રાહ્મણ યુવાન ઉપર એસયુવી ગાડીમાં આવેલા આઠેક શખ્સોએ તલવાર વડે સરાજાહેર હુમલો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે, જુના મનદુઃખમાં આ હુમલાની ઘટના બની હોવાનું અને આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઇ રહી છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદના દરબાર નાકે કોલેજ નજીક જમી ને ચાલવા નીકળેલા પ્રદીપભાઈ મહેન્દ્રભાઈ રાવલ ઉપર એસયુવી કારમાં આવેલા પાંચથી સાત શખ્સોએ તલવાર વડે હુમલો કરતા પ્રદીપભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો છે જ્યાં ભોગ બનનાર પ્રદીપભાઈએ આરોપી મેહુલ રમણિક ગોઠી, પંકજ ચમન ગોઠી, મેરાભાઈ કાળુભાઇ દલવાડી અને અજાણ્યા પાંચેક ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વધુમાં જુના મનદુઃખમાં આ હુમલો થયો હોવાનું અને ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!