Friday, January 10, 2025
HomeGujaratમોરબીમાં બે લોકો વચ્ચેનાં ઝગડામાં સમાધાન કરવા આવેલ યુવક પર હુમલો

મોરબીમાં બે લોકો વચ્ચેનાં ઝગડામાં સમાધાન કરવા આવેલ યુવક પર હુમલો

મોરબીમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં બે લોકો વચ્ચે થઈ રહેલ ઝગડામાં વચ્ચે સમાધાન કરવા ઉતરેલ યુવક તથા અન્ય એક શખ્સ પર ત્રણ ઈસમોએ તલવાર તથા લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં બંને યુવકો ઘવાતા તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સબ જેલ સામે વાલ્મીકીવાસમાં રહેતા અજયભાઇ ગોવિંદભાઇ પરમાર દ્વારા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી કે, હસમુખભાઇ તેઓની મોટરસાયકલ લઇને પોતાના કામ પર જતા હોય તે વખતે આદર્શભાઇ અતુલભાઇ ઝાલાને મોટરસાયકલ ચલાવવા બાબતે સમજાવતા તેઓએ અતુલભાઇ ગેલાભાઇ ઝાલાને સાથે બોલાવી લાવી અતુલભાઇ ગેલાભાઇ ઝાલા, આદર્શભાઇ અતુલભાઇ ઝાલા તથા પપ્પુભાઇ અતલુભાઇ ઝાલા (તમામ રહે-સબ જેલ સામે વાલ્મીકી વાસ મોરબી) તમામે સાથે મળી હસમુખભાઇ સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરી મુંઢમાર મારતા હોય તે વખતે અજયભાઇ ગોવિંદભાઇ પરમાર તેઓને છુટા પડાવવા વચ્ચે પડતા અતુલભાઇએ તલવાર વડે હાથના ભાગે તથા આદર્શભાઇએ લોખંડના પાઇપ વડે માથાના ભાગે ઘા મારી ફરીયાદી અજયભાઇને ઇજા કરી ત્રણેય ઈસમોએ ભેગા મળી ફરીયાદી તથા સાહેદને ભુંડી ગાળો બોલી મુંઢમાર મારતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!