મોરબી કંડલા બાયપાસ ઉમા સ્ટીલ પાસે કમિશનના પૈસા આપવાના બહાને બોલાવી ચાર વ્યક્તિઓએ હુમલો કર્યો
મોરબી: ટાઇલ્સના વેપારમાં કમિશનની ઉઘરાણી મામલે સિરામિક વેપારી પર હુમલો કર્યો હતો. જેમાં મોરબી કંડલા બાયપાસ ઉમા સ્ટીલ પાસે કમિશનના પૈસા આપવાના બહાને બોલાવી ચાર વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાની સીરામીક વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી છે.
મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તાર પાસે ભારત પાન સામે આવેલ ગેલેકસી સોસાયટીમાં રહેતા સીરામીક ટાઇલ્સ વેપાર કરતા સાહીદભાઇ સુભાનભાઇ મુલતાની (ઉવ.૩૬) એ આરોપીઓ સંજયભાઇ શિવાભાઇ કાલાવડીયા, રૂદ્ર સંજયભાઇ કાલાવડીયા, ફાલ્ગુનીબેન સંજયભાઇ શિવાભાઇ કાલાવડીયા, સંજયભાઇના સાળી ભાવનાબેન રહે. બધા મોરબી કંડલા બાયપાસ ઉમા સ્ટીલ પાસેની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, ફરીયાદી આરોપી પાસે વેપાર ધંધાના કમિશનના રૂપિયા ૪૦,૦૦૦ માંગતા હોય જેથી આરોપીએ ફરીયાદીને કંડલા બાયપાસ ઉમા સ્ટીલ પાસે ફોન કરી બોલાવીને ફરીયાદીને તુ મારી પાસે રૂપિયાની ઉઘરાણી કેમ કરે છે. તેમ કહી ગાળો આપી પોતાની ગાડીમાં રહેલ છરી કાઢી ફરીયાદીને છરીનો એક ઘા ડાબા પેડુના ભાગે તેમજ છરીનો બીજો ઘા ડાબા પડખાના ભાગે મારી ગંભીર ઇજા કરી તેમજ અન્ય આરોપીઓએ સ્ટીલના પાઇપ વતી તથા ઢીકાપાટુ નો માર મારી ફરીયાદીને આડેધડ માર મારી શરીરે મૂઢ ઇજાઓ કરી આરોપીએ જો તુ રૂપિયા માંગીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.