બનાવની મળતી માહિતી અનુસાર હળવદના ભવાનીનગરમાં રહેતા અશ્વિનભાઈ ઉર્ફે ટીનો રામજીભાઈ સુરેલાએ ભવાની નગરમાં રહેતા ગોપીભાઇ મહાદેવભાઇ કોળી, મનસુખ મહાદેવભાઇ કોળી,સુરેશ મહાદેવ કોળી,સમજુબેન મહાદેવભાઇ કોળી વીરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે ફરીયાદી અરવીંદભાઈને આરોપી ગોપીએ તુ અહી કેમ આવ્યો તેમ કહી ઝપાઝપી કરી બોલાચાલી કરેલ હોય જે બબાતે ફરિયાદી તથા ફરીયાદીના માતા પીતા કહેવા જતા આરોપીને સારૂ ના લાગતા આરોપી ગોપી એ ફરીને માથાના પાછળના ભાગે ઉધુ ધારીયુ મારી આરોપી સુરેશે તેના હાથમા રહેલ હોકી જેવા ધોકાથી કપાળના ભાગે મારી તથા આરોપી મનસુખે તેના હાથમા રહેલ ધોકાથી ફરીયાદીના પીતાને મારી તથા ફરીયાદીની માતાને આરોપી સુરેશે તેના હાથમા રહેલ હોકી જેવા ધોકાથી ડાબા હાથની કોણીના ભાગે મારી ઇજા કરી તથા ફરીયાદીના ભાઇ અરવિંદને પણ જમણી આંખની ઉપર તથા ડોકના ભાગે ઇજા કરી તથા આરોપી સમજુબેને પણ ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી ગુનામા એકબીજાને મદદગારી કરી હતી. બનાવ અંગે હળવદ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.