મોરબી : વાંકાનેરમાં ધંધાનું મનદુઃખ રાખી ગેરેજના ધંધાર્થી પર ત્રણ શખ્સોએ હુમલો કરતા આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી રીઝવાન અયુબભાઇ ખોખર ઉવ.૩૨ ધંધો ગેરેજનો રહે.ઢુવા એકે હોટલ પાસે સહદેવસિંહ ઢુવા વાળાની ઓરડીમાં તા.વાંકાનેર મુળ ભાટીયા સોસાયટી જલારામ જીન પાછળ વાંકાનેરવાળાએ તોફીક આદમ લધાણી, ફીરઝાના ઉર્ફે કીરણ તોફીક લધાણી, અરવિંદસિંહ ગોહીલ (રહે.બધા નવા ઢુવા) સામે ફરિયાદ નોંધાવેલ કે, ગત તા.૨૧/૦૭/૨૦૨૨ ના રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં ઢુવા એકે હોટલ પાસે આરોપીઓ ફરીયાદીના ઘર પાસે આવી ધંધા બાબતેનું મનદુઃખ રાખી ફરીયાદીને ગાળો આપી ઢીકા પાટુનો મારી આરોપી તોફીકે લોખંડના પાઇપ ફરીયાદીને ડાબા પગમાં સાથળમાં મારી મુંઢ ઇજા પહોંચાડી હતી.