Friday, September 5, 2025
HomeGujaratમાળીયા(મી)ના ખાખરેચી ગામે પતિ-પત્ની પર હુમલો: ૫ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ

માળીયા(મી)ના ખાખરેચી ગામે પતિ-પત્ની પર હુમલો: ૫ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ

માળીયા(મી) તાલુકાના ખાખરેચી ગામે કુટુંબી વચ્ચે થયેલા સામાન્ય બાબતના ઝઘડામાં પતિ-પત્ની ઉપર લાકડાના ધોકાથી હુમલો થતા બંને ઈજાગ્રસ્ત થયા હતા. પતિને માથા-ચહેરા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે પત્ની હાલ રાજકોટની ઝનાના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવને પગલે બે મહિલા સહિત ૫ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ખાખરેચી ગામે રહેતા હિતેશપરી કેશુપરી પરમાર ઉવ.૨૨ એ માળીયા(મી) પોલીસ સમક્ષ આરોપી તરીકે જયેશપરી વસંતપરી પરમાર, ગૌતમપરી જીવણપરી પરમાર, વિજયપરી વસંતપરી પરમાર તથા ગીતાબેન વસંતપરી અને મીનાબેન જીવણપરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા. ૩ સપ્ટેમ્બરના રોજ સાંજના અરસામાં તેઓ પોતાના ઘરની સામે ચોકમાં ખાટલો નાખીને બેઠા હતા. તે દરમ્યાન તેમના મોટાબાપુનો દિકરો આરોપી જયેશપરી વસંતપરી પરમાર ત્યાં આવી “અહીં ખાટલો નાખીને બેસવાનું નથી” કહી ઝઘડો કરીને ચાલ્યો ગયો હતો જે બાદ આરોપી જયેશપરી સાથે ગૌતમપરી અને વિજયપરી એમ ત્રણેય જણા લાકડાના ધોકા સાથે આવી ફરી ઝઘડો કરી ફરિયાદી હિતેશપરી પર હુમલો કર્યો હતો. માથાના પાછળના ભાગે, કપાળ પર તથા ચહેરા પર લાકડાના ધોકા વડે માર મારતા હિતેશપરી લોહીલુહાણ થયા હતા. આ દરમિયાન તેમની પત્ની સોનાબેન તેમને છોડાવવા આવી ત્યારે ત્રણેય આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા બાદ ફરિયાદીના મોટીબા આરોપી ગીતાબેન તથા મીનાબેને સોનાબેન પર પણ હુમલો કરતા આંખના ઉપર અને પગના સાથળના ભાગે ઈજા પહોંચાડી હતી. ઘટનાના પગલે પડોશીઓ ભેગા થતા આરોપીઓ ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત દંપતીને ૧૦૮ દ્વારા પહેલા જેતપર સરકારી હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ સારવાર માટે મોરબી અને અંતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ માળીયા(મી) પોલીસે આરોપી બે મહિલા સહિત પાંચેય વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!