Saturday, March 7, 2026
HomeGujaratટીંબડી ગામે પુત્રને બાથરૂમમાં પુરવા મામલે સમજાવવા ગયેલ માતા ઉપર હુમલો

ટીંબડી ગામે પુત્રને બાથરૂમમાં પુરવા મામલે સમજાવવા ગયેલ માતા ઉપર હુમલો

મોરબી તાલુકાના ટીંબડી ગામે સાત વર્ષના બાળકને બાથરૂમમાં પુરવાના મુદ્દે સમજાવવા ગયેલી માતા ઉપર સામે રહેતા પડોશી પરિવારના ચાર લોકોએ હુમલો કર્યો હતો. હુમલામાં મહિલાને માથામાં ઇજા થતાં હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવેલ. ત્યારે બનાવ અંગે પીડિતાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે એક જ પરિવારના ચાર સભ્યો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ટીંબડી ગામે પુત્રને બાથરૂમમાં પુરવાની બાબતે સમજાવવા ગયેલી મહિલાને પડોશીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ફરિયાદી પાયલબેન જીગ્નેશભાઈ સાધુ ઉવ.૩૫ રહે. શ્રીહરી સોસાયટી ટીંબડી ગામ તા.જી.મોરબી વાળાએ આરોપી સંતોષ પાંડે, તેમની પત્ની રાણીબેન પાંડે, તેમની બે દીકરીઓ નિક્કીબેન અને એંજલબેન રહે.શ્રીહરી સોસાયટી ટીંબડી ગામ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, પાયલબેનના સાત વર્ષનો પુત્ર રૂદ્ર તોફાન કરતો હોય જેથી આરોપી નિક્કીબેને તેને બાથરૂમમાં પુરી દીધો હતો. આ બાબતે બીજા દિવસે પાયલબેન આરોપી સંતોષભાઈ પાંડેને સમજાવવા ગયા હતા ત્યારે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન સંતોષભાઈએ લાકડી વડે હુમલો કર્યો હતો જ્યારે તેમની પત્ની રાણીબેને ઢીકાપાટુ માર્યા હતા. ત્યારબાદ નિકીબેન અને એંજલબેને ફરિયાદીના વાળ પકડી માર માર્યો હતો. હુમલામાં પાયલબેનના માથામાં ઈજા થતા તેમને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટાંકા લેવા પડ્યા હતા. હાલ પાયલબેનની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ચારેય આરોપીઓ સામે બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૫૪ તેમજ જી.પી. એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!