વાંકાનેર તાલુકાના લિબાળા ગામે પોલીસ તપાસ મામલે ગયેલી વાંકાનેર શહેર પી આઈ બી જી સરવૈયા સહિતની ટિમ પર હુમલો થયો છે જેમાં લિબાળા ગામના ગમારા પરિવારના 35 થી વધુ ઈસમો ધોકા પાઈપ વડે પી આઈ બી જી સરવૈયાની ટિમ કંઈ સમજે વિચારે એ પહેલાં તેના પર તૂટી પડ્યા હતા જેમાં પીઆઇ બી જી સરવૈયાને માથાના ભાગે ઈજાઓ થતા ત્વરિત વાંકાનેરની પીર મસાયક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જેમાં બાદમાં પીઆઇ બી જી સરવૈયાને સારવાર આપ્યા બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને મોરબી એસપી ડીવાયએસપી એલસીબી, એસઓજી સહિતની મોટી સંખ્યામાં પોલીસ કાફલો લીંબાળા ગામ દોડી ગયો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી પીઆઇ સરવૈયાની સારવાર બાદ પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરાઈ છે.જેમાં એસપી સુબોધ ઓડેદરાએ તમામ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપતા પોલીસે સઘન પેટ્રોલીંગ શરૂ કરી દીધું છે.