હળવદના માથક ગામે સાત ગૌવંશ પર ધારીયાના ઘા જીકાયા ગામ લોકોમા ભારે રોષ હાલ ગામ લોકોએ સીમ વિસ્તારમાં ચારે દિશામા તપાસ કરાતા આરોપી મળી ગયો હોવાની સુત્રોમાથી માહિતી મળી છે અગાઉ માથક ગામે પાચ આખલા પર હુમલો થયો હતો.
હળવદ તાલુકામા સતત ગૌવંશ પર હુમલા થઇ રહ્યા છે. એક મહીનામાં 30 જેટલા આખલા પર જીવ લેણ હુમલા થયાસે ત્યારે માથક ગામે વધુ સાત આખલા પર તિક્ષણ હથીયાર વડે હુમલો થતા ગામલોકોમા રોષ ફેલાયો છે હાલ માથક ગામના સરપંચ સહિત ગામના લોકો ગામના પાધર એકઠા થયા છે અને ઇજાગ્રસ્ત ગૌવંશની સારવારની તજવિજ હાથ ધરવામા આવી છે સાથો સાથ રાત્રીના સમયે આખલાઓ કઇ દિશામા ગયા હતા તેની તપાસ કરતા આખલાને ધારીયાના ધા જીકનાર આરોપી પણ ગામલોકોને મળી ગયો હોવાની વાત સામે આવી રહી છે હળવદ પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે પોલીસ જવા નીકળી હોય તેવુ સુત્રમાથી જાણવા મળ્યુ છે.
હળવદના ધણા ગામોમા ગૌવંશ પર હુલાના બનાવો બન્યા નિર્દોષ અબોલ પશું ભોગ બની રહ્યા છે પરંતુ આરોપીયો પકડમા નથી આવતા આરોપીયો રાત્રીના સમયે બનાવને અંજામ આપે છે જ્યા આજુબાજુમા કોઇ હોતુ પણ નથી અને કદાચ ગામલોકોમા કોઇને જાણ થાય કે હુમલો કરનાર આજ વ્યક્તિ છે તો નામ પણ આપતા નથી જેથી આરોપીયો પકડથી દુર રહે છે બે દિવસ પહેલા શ્રીરામ ટ્રસ્ટ દ્ધારા ભાવેશભાઇ ઠક્કર અને તપનભાઇ દવેએ આરોપીઓ પકડવા હળવદ પોલીસ સ્ટેશને લેખીત રજુઆત પણ કરી છે પોલીસ પણ મુંજવણમા છે કારણ કે આરોપીની નામજોગ અરજી કે ફરીયાદ નથી આવતી પણ આજે માથક ગામમા જે બનાવ બન્યો તેનો આરોપી લોહીના ટીપે ટીપે મળી ગયો હોવાની વાત સામે આવી રહી છે.