Thursday, March 28, 2024
HomeGujaratમોરબી શહેરમાં અલગ અલગ બે સ્થળેથી જુગાર રમતા સાત ઝડપાયા

મોરબી શહેરમાં અલગ અલગ બે સ્થળેથી જુગાર રમતા સાત ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મોરબીની ખોખાણી શેરીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા સુરેશભાઈ કાનજીભાઈ માંડલીયા, દીપકભાઈ વિઠ્ઠલભાઈ હણ, ચંદ્રકાંતભાઈ નટવરલાલ પાટડીયા, હસમુખભાઈ નારણદાસ પરમાર અને વિનુભાઈ જમનાદાસ સુખદેવ સહિતનાને રોકડ રકમ રૂ. ૨૭,૧૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આ ઉપરાંત અન્ય દરોડામાં મોરબીના વીશીપરામાં વિજયનગરમાં જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી રોન પોલીસનો જુગાર રમતા અહેમદભાઇ મામદભાઇ સુમરા અને બીપીનભાઇ લખમણભાઇ વાધેલાને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા રોકડ રૂ. ૭૮૦ જપ્ત કરવામાં આવ્યા છે. અને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!