Tuesday, May 21, 2024
HomeGujaratમોરબીમાં યુવાન સહિત ત્રણ પર છરી વડે ઘાતક હુમલો : ચાર શખ્સો...

મોરબીમાં યુવાન સહિત ત્રણ પર છરી વડે ઘાતક હુમલો : ચાર શખ્સો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

મોરબી શહેરના ઉમીયા પાર્ક પાસે યુવાન તથા તેના બે મિત્રો સહિત ત્રણ ઉપર ચાર શખ્સોએ છરી વડે ઘાતક હુમલો કરી બાઇકમાં તોડફોડ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના રહે.જોન્સનગરમાં રહેતા એઝાઝ નુરમોહમદ જામ અને બાબુ ઉર્ફે બાબુડો રાજુભાઇ સંધી (રહે.વાવડી રોડ, મોરબી) બન્ને ગઈકાલે ફોન ઉપર વાતો કરતા હતા આ દરમિયાન મજાકમાં બાબુએ એઝાંઝને ગાળ ભાંડતા તેણે ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ એઝાઝ નુરમોહમદ જામ અને તેના મીત્ર મોહિન તથા હરેશ ગઢવી વાવડી રોડ પર આવેલ ઉમિયા પાર્ક પાસેથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન ફોન કાપી નાખવાનો ખાર રાખી આરોપીબઇમરાન ઇકબાલ ઝેડા, બાબુ ઉર્ફે બાબુડો રાજુભાઇ સંધી, મકબુલ મહેબુબ સંધી ( રહે.પંચાસર રોડ મોરબી ) અને દશરથ દરબાર ઉર્ફે દશુભા (રહે.માધાપર મોરબી)એ બોલાચાલી કરી એઝાંઝ તથા તેના મિત્ર પર છરી વડે હુમલો કરી ઢીકાપટુનો માર માર્યો હતો.

આ ઉપરાંત આરોપીઓએ મોટર સાયકલ મા તોડફોડ કરી નુકશાન કરતા એઝાઝ જામે ચારેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે સામે આઇ.પી.સી કલમ-૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૪૨૭,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!