હળવદ ના ન્યાયાલય નજીક મારામારી ના બનાવમાં મુદત માટે આવેલ બે યુવાનો પર છરી,ધારિયા વડે હુમલો કરાયાનો બનાવ અવકાશ માં આવ્યો છે જો કે આ ભોગ બનનાર ના કહેવા મુજબ ફાયરીંગ કરવામાં આવ્યું છે તેવું પણ જણાવવામાં આવ્યું છે.જેમાં પ્રેમ પ્રકરણ માં ફાયરીંગ થયાની ચર્ચા છે સાથે જ આ ફાયરીંગ કરનાર હત્યાના ગુનામાં નાસતો ફરતો હોવાનું ચર્ચાઇ રહ્યું છે જો કે સત્ય તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.
હળવદ કોર્ટમાં આજે નવા દેવળીયા ગામના પંકજસિંહ દશરથ સિંહ પરમાર,પદયુમનસિહ દશરથસિંહ પરમાર અને અન્ય એક વ્યક્તિ મળી કુલ ત્રણ વ્યક્તિઓ પર અજાણ્યા ઈસમોએ છરી ધારિયા અને બંદૂક વડે હુમલો કર્યાનું ભોગ બનનારે જણાવ્યુ છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે હુમલા ખોરે બંદૂક તાકી તેમજ છરી વડે હુમલો કરાયો છે આ ઘટના માં ફાયિંરગ કરવામાં આવ્યું હોય તેવી પણ ચર્ચા જોરશોર થી ચાલી છે જેની ગંભીરતા ને પગલે હળવદ પોલીસ સહિત મોરબી જીલ્લા ની સમગ્ર પોલીસ ના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે મોરબી ના ઉચ્ચ અધિકારી પણ જોગાનું જોગ ત્યાં કોર્ટમાં ગયા હતા અને એ દરમ્યાન જ બનાવ બન્યો છે ત્યારે હળવદ પોલીસ મથકે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે જવા રવાના થયા છે તો બીજી બાજુ પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
ઉલ્લેખનીય છે કે સૂત્રો માંથી મળતી વિગતો અનુસાર ફાયરીંગ કરનાર ઘટનામાં પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની લોકચર્ચા છે જેમાં ફાયરીંગ કરનાર કરનાર વ્યક્તિ પણ હત્યાના ગુનામાં નાસતો ફરતો હોવાનું સૂત્રો માંથી જાણવા મળ્યું છે હાલ સત્તાવાર માહિતી પોલીસ દ્વારા આગામી સમયમાં ગુનો નોંધ્યો બાદ જ બહાર આવશે પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.