Monday, December 23, 2024
HomeGujaratવાંકાનેરના વિઠ્ઠલપર ગામે બાઈક ધીમું ચલાવવા બાબતે ટપારવા યુવાન સહિત બે પર...

વાંકાનેરના વિઠ્ઠલપર ગામે બાઈક ધીમું ચલાવવા બાબતે ટપારવા યુવાન સહિત બે પર હુમલો

વાંકાનેરના વિઠ્ઠલપર ગામના પાટીયા પાસે બેફામ સ્પીડે બાઇક ચલાવતા શખ્સને ટપારવા જતા ત્રણ ઈસમોએ યુવાન સહિત બે પર હુમલો કરી મોઢામાં વિખોડીયા ભર્યાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

- Advertisement -
- Advertisement -

આ મામલે પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર આરોપી વિજયનો નાનો ભાઇ સંજય ધૂમ સ્ટાઇલમાં વાંકાનેરના વિઠ્ઠલપર ખાતે રહેતા દિનેશભાઇ શામજીભાઇ વીંજવાડીયાના ઘર પાસેથી નીકળતો હતો આથી દિનેશભાઇએ તેને અનેક વખત સમજાવવાતા છતાં આરોપી ફાંટીને ધુમાડે ગયો હતો અને દાદ આપતો ન હતો. જેથી વિજયને આ બાબતે સમજાવવા જતા આરોપી વિજયને સારૂ લાગ્યું ન હતું અને તેને પિત્તો ગુમાવી
દીધો હતો આ દરમિયાન મગજમારી થઈ હતી જેમાં વિઠ્ઠલપર ગામે જ રહેતા આરોપી વિજય ગોવિંદભાઇ સારલા, નવઘણ ઉર્ફે લાલો મનજીભાઇ સારલા અને પ્રવિણ ઉર્ફે કાનો મનજીભાઇ સારલાએ ફરીયાદી દિનેશભાઇ તથા સાહેદ ગણેશભાઇને બે કટકે ગાળો ભાંડી લમધારી નાખ્યા હતા ઉપરાંત એલ્યુમિનીયમની પટ્ટી વતી સાહેદ ગણેશભાઇને માથામાં પાછળના ભાગે ઇજા કરી અને આરોપીઓએ મોઢામાં વિખોડીયા ભર્યા હતા.

આ મામલે દિનેશભાઇ વીંજવાડીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!