Monday, March 23, 2026
HomeGujaratહળવદના રાયસંગપર નજીક યુવક ઉપર હુમલો: કારમાં આવેલ ચાર ઈસમો વિરુદ્ધ ગુનો...

હળવદના રાયસંગપર નજીક યુવક ઉપર હુમલો: કારમાં આવેલ ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો

અલ્ટો કારમાં આવેલા ચાર શખ્સોએ પાઈપ-ધોકાથી માર મારી આપી જાનથી મારી નાખવાની ધમકી.

- Advertisement -
- Advertisement -

હળવદના રાયસંગપર નજીક મોટર સાયકલમાં ડબલ સવારી જઈ રહેલા યુવકને રોકી ચાર ઈસમોએ લોખંડના પાઈપ અને ધોકાથી હુમલો કર્યો હતો, જેમાં યુવકને હાથ-પગમાં પાંચ જેટલા ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને લઈને મોરબી જીલ્લા પોલીસની કામગીરી ઉપર અનેકો પ્રશ્નો ઊભા કર્યા છે.

હળવદના રાયસંગપરથી મયુરનગર વચ્ચે બાપા સીતારામ મઢુંલી પાસે દિનદહાડે એક યુવક ઉપર ચાર ઈસમોએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી મુજબ, ભવાનીનગર લાંબી દેરી હળવદમાં રહેતા મહેશભાઈ ઉર્ફે ગોપાલભાઈ ગોહિલ ઉવ.૨૯ એ હળવદ પોલીસ સમક્ષ આરોપી એસ.પી.કોળી રહે. કુંભરીયા તા.માળીયા(મી), સામંતભાઈ રામાભાઈ ભરવાડ, ગણપતભાઈ ભરવાડ તથા નિલેશભાઈ હમાભાઈ સુરેલા ત્રણેય રહે. હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૨૧/૦૩ના રોજ પોતાના મિત્ર સાથે મોટરસાયકલ ઉપર રાયસંગપરથી હળવદ જતાં હતા ત્યારે એક નંબર વગરની કાળી અલ્ટો કાર આવી હતી અને તેમનું મોટર સાયકલ રોકી કારમાંથી ઉતરેલા ઉપરોક્ત ચારેય ઈસમો પૈકી બે ઈસમોએ “તું વિજય અને ભરત સાથે કેમ બેસે છે” કહી ગાળો આપી લોખંડના પાઈપ અને લાકડાના ધોકાથી બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ ઉપરથી નાસી ગયા હતા.

આ બનાવ બાદ યુવકને ૧૦૮ મારફતે હળવદ સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો, જ્યાં મહેશભાઈ ઉર્ફે ગોપાલભાઈને હાથ અને પગમાં પાંચ જેટલા ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું હતું. ઘટના બાદ પીડિતની ફરિયાદના આધારે હળવદ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!