Sunday, March 29, 2026
HomeGujaratમોરબીમાં પાર્કિંગ બાબતેનો ખાર રાખી નિવૃત પોલીસકર્મીને થપ્પડ મારી છરી મારવાનો પ્રયાસ

મોરબીમાં પાર્કિંગ બાબતેનો ખાર રાખી નિવૃત પોલીસકર્મીને થપ્પડ મારી છરી મારવાનો પ્રયાસ

મોરબીના જૂની દાણાપીઠ પાસે આવેલ શાકમાર્કેટમાં નિવૃત પોલીસકર્મી ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે. જેમાં અગાઉ મોટર સાયકલ વ્યવસ્થિત પાર્કિંગ કરવા અંગે કહ્યાંનો ખાર રાખી માથાભારે ઇસમે ગાળો આપી થપ્પડ મારી અને છરીથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સમગ્ર બનાવ અંગે નિવૃત પોલીસમેનની ફરિયાદને આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં જૂની દાણાપીઠ નજીક આવેલ શાકમાર્કેટમાં નિવૃત પોલીસકર્મી મયુરસિંહ મહોબતસિંહ જાડેજા ઉવ.૬૪ રહે.શ્રીમદ્દ સોસાયટી શેરી નં.૬ વાળા ઉપર હુમલાની ઘટના સામે આવી છે. આ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી નદીમ ઉર્ફે બુધીયો વડગામા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, બે મહિના પહેલા શાકમાર્કેટમાં મોટર સાયકલ સીધું પાર્ક કરવા બાબતે થયેલી સામાન્ય વાતચીતનો ખાર રાખી આરોપી અવારનવાર નિવૃત પોલીસ કર્મચારીની સામે કતરાઈને જોતો હતો. જે બાદ ગઈકાલ તા.૨૮/૦૩ના રોજ ફરિયાદી મયુરસિંહ શાકભાજી લેવા ગયા ત્યારે આરોપી નદીમ ઉર્ફે બુધીયો વડગામા ત્યાં હાજર હતો. આરોપીએ ફરીયાદી સામે આંગળી ચીંધી ગાળો આપતાં છરીના ઘા મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે ફરીયાદીએ આ અંગે પૂછપરછ કરી ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ફરીયાદીને થપ્પડ મારી શર્ટનો કોલર પકડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આરોપીએ પોતાની પાસે રહેલી છરી કાઢી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સ્થળ પર હાજર લોકો વચ્ચે પડી જતા ફરીયાદીનો બચાવ કર્યો હતો. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!