Sunday, January 5, 2025
HomeGujaratમોરબી પરશુરામધામ ખાતે નારાયણ સરોવરથી સોમનાથ ચાલીને જતા સાધુની હાજરી: રૂદ્વિ યજ્ઞ...

મોરબી પરશુરામધામ ખાતે નારાયણ સરોવરથી સોમનાથ ચાલીને જતા સાધુની હાજરી: રૂદ્વિ યજ્ઞ અને શિવ પુરાણનું આયોજન કરવામાં આવ્યું.

મોરબી પરશુરામધામ ખાતે રૂદ્વિ યજ્ઞ અને શિવ પુરાણનું તેમજ પ્રસાદનું આયોજન કરાયું : લોક હિતાર્થ નીકળેલા શ્રી ભગવત ગીરી બાપુ સોમનાથ જઈને પોતાની પદ યાત્રા પૂર્ણ કરશે

- Advertisement -
- Advertisement -

મોરબી પરશુરામ ધામ ખાતે કચ્છના નારાયણ સરોવર થી સોમનાથ ચાલીને જતાં સંત શ્રી ભગવતગીરી બાપુ પહોંચ્યા હતા જેમાં હાલ તેઓ સાંમખીયારી ખાતે આવેલા આશ્રમમાં સંસ્કૃત પાઠશાળાના વિપ્ર બ્રાહ્મણના 110થી વધુ બાળકોને વિના મુલ્યે સાંસ્કૃતિક કર્મકાંડનું જ્ઞાન આપી સેવા આપી રહ્યા છે ત્યારે પરશુરામ ખાતે જેમાં તેઓની હાજરીમાં ભગવાન પરશુરામ ધામબદાદાની આરતી તેમજ મહારૂદ્વિ યજ્ઞ કરી મહાપ્રસાદ તેમજ રાત્રીના શિવ મહા પુરાણનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોક હિતાર્થ નીકળેલા સંત શ્રી ભગવતગીરી બાપુ સોમનાથ મંદિર ખાતે પહોંચી પોતાની યાત્રા પૂર્ણ કરશે આજે તેઓ મોરબીના લજાઈ ખાતે રાત્રી રોકાણ કરી આ જ રીતનું આયોજન લજાઈ યોગ આશ્રમ ખાતે કરવામાં આવ્યું છે ત્યારે આ સમયે મોરબી પરશુરામ ધામના ભુપતભાઇ પંડ્યા,નિવૃત એ એસ આઈ બ્રહ્મ અગ્રણી મુકુંદરાય જોશી,ડો.બી.કે.લેહરુ,ડો.અનિલ મહેતા, આર.કે.ભટ્ટ,મુકેશભાઈ જોશી,જીતુભાઇ ભટ્ટ,પૂજારી વિજય રાવલ તેમજ મુખ્ય યજમાન તરીકે રવીન્દ્ર ત્રિવેદી પરિવાર સાથે જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!