શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે મોરબી આદિત્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા રક્ષાબંધન નિમિતે મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ વાડી ખાતે યજ્ઞો પવિત ધારણ વિધિ-પૂજન-તર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
શાસ્ત્રી વિપુલ પી. શુક્લનાં જણાવ્યા અનુસાર, શ્રાવણ સુદ પૂનમ – બુધવાર તા.30-08-2023 ના રોજ શ્રી મોરબી આદિત્ય બ્રાહ્મણ જ્ઞાતિ ઉપક્રમે સવારે 8:30થી યજ્ઞો પવિત ધારણ વિધિ-પૂજન-તર્પણશ્રાવણી કર્મનું આયોજન મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ વાડી, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સવારે 11:15 કલાકે નૂતન યજ્ઞો પવિત ધારણ વિધિ કરવામાં આવશે. જન્મોભૂમિ પંચાંગ, નિર્ણય સિંધુ અનુસાર, 30-08-2023ને બુધવારે સવારે 11:05 કલાકથી શુભ ચોઘડિયે બહેન દ્વારા ભાઈને રક્ષા બાંધવામાં આવશે. તેમજ 11 થી 12.30 વચ્ચે શુભ ચોઘડિયે તેમજ બપોરે 3:30 થી 6:30 વચ્ચે શુભ ચોઘડિયે રક્ષાબંધન કરવા જણાવવામાં આવ્યું છે. તેમજ શુક્લ પક્ષની પૂર્ણિમાએ “ભદ્રા” વૃષિક નામની ભદ્રા છે. જેથી રાત્રી છેલ્લી ત્રણ ઘડી (72 મિનિટ) જ ત્યાગવાની રહે માટે પૂર્ણિમાએ રક્ષાબંધન પર્વ ઉજવવા મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.