ટંકારા તાલુકાના સજનપર ગામ ખાતે રહેતા 10 વર્ષ 11 મહિનાની દીકરીનું માસીએ કોઈ કારણોસર અપહરણ કરી લઇ જતા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાયો છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા તાલુકાના સજનપર ગામ ખાતે રહેતા અને માલઢોરનો વ્યવસાય કરતા કાળુભાઈ ઘેલાભાઈ ખાટરીયાની 10 વર્ષ 11 માસ 11 દિવસની દીકરી હેતલને ફરીયાદીની સાળી સોનુબેન ઘરમશીભાઇ સાથરીયાએ ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી કોઇ કારણસર અપહરણ કરી ગત તા.૨૫/૦૯/૨૦૨૩નાં રોજ સવારના આશરે દસેક વાગ્યાના અરસામા લઇ જતા સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.